વડોદરાઃ આજવા રોડ પર રહેતા પોલિટેકનિકના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી 19 વર્ષીય કિરણ મકવાણાએ ઘરના ત્રીજા માળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આપઘાત પહેલાં યુવકે માતા-પિતાને સંબોધીને 6 પાનાંની સ્યૂસાઇડ નોટ લખી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે ભણતરમાં મળી રહેલી નિષ્ફળતા અને માનસિક વ્યથા વિશે જણાવ્યું હતું. બાપોદ પોલીસે યુવકનો મોબાઇલ અને અંતિમ ચિઠ્ઠી કબજે કરીને તપાસ હાથ ધરી છે.
કિરણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી-પપ્પા તમે અંદરોઅંદર ઝઘડો ન કરતાં, શાંતિથી રહેજો અને તમારું ધ્યાન રાખજો. આ ભણવાનું મારાથી થતું નથી. મેં દરેક નિર્ણયો ખોટા લીધા છે. શોર્ટકટ લેવામાં મારાથી બધું ખરાબ જ થતું હતું. કોલેજમાં પણ નાપાસ થયો. મારે ધંધો કરવાની ઇચ્છા હતી.

