સુરતઃ ઉધના ખાતે રહેતા અને ભાજપમાં સક્રિય રહેતાં મહિલા અગ્રણી જયશ્રીબહેન દલાલના પુત્ર જય દલાલની ત્રણ શખ્સે 17 મેએ રાત્રે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ. મૃતક જય દલાલ પોતે પણ ભાજપના ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત્ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપીઓ વચ્ચે 3 મહિના પહેલાં ઝઘડો થયો હતો. 17 મેએ રાત્રે હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા જય દલાલ તેમના મિત્રો સાથે ઊભા હતા. તે દરમિયાન કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિન્દ કોળી બાઇક પર આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ ત્યાં આવીને જય પર ચપ્પુથી ઘાતકી હુમલો કર્યો હતો.

