હોર્મુઝ પાર કરી 20 હજાર ટન LPG સાથે સિમી જહાજ કંડલા પહોંચ્યું

Wednesday 20th May 2026 06:23 EDT
 
 

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઓઇલ સપ્લાયની વૈશ્વિક ચિંતા વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર છે. માર્શલ આઇલેન્ડનો ફ્લેગ ધરાવતું અને આશરે 20 હજાર ટન એલપીજી ભરેલું ટેન્કર ‘સિમી’ (Symi) કચ્છસ્થિત કંડલા બંદરે સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ ટેન્કરે 13 મેએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી પાર કરી હતી. એએનઆઇના રિપોર્ટ અનુસાર યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી 15 LPG જહાજો ભારત પહોંચી ચૂક્યાં છે.


comments powered by Disqus