અમદાવાદઃ દેશનું સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીના રજૂ કરવામાં આવશે. પહેલી તારીખે રવિવાર આવતો હોવા છતાં બજેટના કારણે શેરમાર્કેટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. બીએસઈ અને એનએસઈએ એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપી છે. એક્સચેન્જના જણાવ્યા અનુસાર બજેટના દિવસે રોકાણકારો અને ટ્રેડર્સ બજારની પ્રતિક્રિયા જોઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 9-15 વાગ્યાથી ટ્રેડિંગ શરૂ થશે અને બપોરના 3.30 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા અગાઉ 2015માં બજેટના દિવસે બજાર સ્પેશિયલ સેશન યોજાયું હતું.

