રાજકોટઃ માળિયા હાટીના પાસે આપ નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો. જૂતું લઈને ધસી આવનારા શખ્સને આપના લોકો અને પોલીસે ઘેરી લઈે અટકાવી દીધો હતો. આ ઘટના પછી જૂતું ફેંકવા ધસી આવેલા શખ્સે કહ્યું હતું કે, કેટલાક લોકોએ તેને પૈસા આપવાનું પ્રલોભન આપ્યું હતું અને દારૂ પીવડાવીને આ સભામાં મોકલ્યો હતો.
ઇટાલિયા સંબોધન કરતા હતા એ સમયે જ ભંડુરી ગામના સબીર મોહંમદ હુસેન પરમારે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તેને પોલીસમથકે લઈ જવાયો હતો, જ્યાં પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાએ આપેલાં વચનો પાળી ન બતાવ્યાં એટલે એટલે મને લાગી આવ્યું હતું.
આ મુદ્દે ઇટાલિયાએ કહ્યું હતું કે, આ એક મોટું ષડયંત્ર છે, જે ભાજપ કરી રહ્યો છે. ભાજપે નવું ચાલુ કર્યું છે, જ્યાં મારી સભા હોય ત્યાં માણસો મોકલી સભા ડિસ્ટર્બ કરાય છે. મારી પાર્ટી અને મારું નામ ખરાબ કરવાનો કારસો ઘડાયો છે.

