મકરસંક્રાંતિ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પોતાના સત્તાવાર નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે ગાયોને ચારો ખવડાવીને ગૌસેવા કરી હતી. વડાપ્રધાન મોદીએ તે પહેલાં પોંગલ પર્વે પણ ગૌસેવા કરી હતી. ગૌસેવા તે ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રતિ તેમની સન્માનની ભાવના દર્શાવે છે.

