દાઉદી સમાજની જામનગરની રંગમતી નદીની સફાઈ

Wednesday 21st January 2026 05:22 EST
 
 

જામનગર: મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વ હેઠળ રંગમતી નદી પુનરોદ્વાર પ્રોજેક્ટ અંતર્ગત દાઉદી બોહરા સમાજે રંગમતી નદી ખાતે સાફ-સફાઈ કરી જામનગર મહાનગરપાલિકાને સમર્થન આપ્યું છે. સફાઈ બાદ એક ઔપચારિક સમારોહ યોજાયો હતો જેમાં દાઉદી બોહરા સમાજ દ્વારા પ્રોજેક્ટના પુનરોદ્વારના લક્ષ્યો માટે મહત્વનો યોગદાન આપવામાં આવ્યું હતું.
મહત્ત્વનું પગલું ભરતા સમાચાર રંગમતી નદી પુનઃ ધાર પ્રોજેક્ટમાં સહયોગ આપવા માટે જામનગર મહાનગર પાલિકા સાથે ભાગીદારી કરી છે આ પહેલ સમાજ માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે આ પ્રોજેક્ટ તેમના કોમ્યુનિટી સેન્ટર અને ઐતિહાસિક બોહરા હજીરા ની નજીક ચાલી રહ્યો છે.


comments powered by Disqus