અમદાવાદઃ દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહત્ત્વપૂર્ણ ભાગ અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્ટ્રક્ચરલ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને ફિનિશિંગનું કામ હાથ ધરાયું છે. શહેરની સમુદ્ધિ, સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરતું આ સ્ટેશન વિશેષ આર્કિટેક્ચરલ ડિઝાઇન સાથે ઊભું થઈ રહ્યું છે. હાઇસ્પીડ રેલ મલ્ટિમોડલ હબને ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ’ (IGBC) દ્વારા ‘ગોલ્ડ રેટિંગ’ અપાયું છે. સોલાર પેનલ્સ, વેસ્ટ મેનેજમેન્ટ અને નેચરલ વેન્ટિલેશન જેવી સુવિધા ધરાવતું આ હબ રેલવે, મેટ્રો, એસટી અને BRTS વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.

