2030 કોમનવેલ્થ ગેમ્સ માટે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને રૂ. 2 હજાર કરોડ આપશે

Wednesday 21st October 2026 06:47 EDT
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત કરી હતી. થોડા સમય પહેલાં એનડીએના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મોદીએ તેઓને કેટલાંક લક્ષ્યાંક આપ્યાં હતાં, તે બાબતે મુખ્યમંત્રીએ અહીં ચર્ચા કરી હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં ગુજરાત સરકારે કરેલી અન્ય યોજનાકીય કામગીરી બાબતે પણ મોદી સાથે ચર્ચા કરી તેમણે વધુ માર્ગદર્શન લીધું હતું.
 

અમદાવાદઃ કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલયે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકા૨ને રૂ. 2000 કરોડ રૂપિયાની ભારે-ભરખમ આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ રમતો ચાર વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે. આ સાથે જ દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમત ટૂર્નામેન્ટ યોજવા રાષ્ટ્રીય ખેલ સંઘોને મળતી મદદની મર્યાદા પણ ઘણી વધારી દેવામાં આવી છે. અગાઉ તેમને વધુમાં વધુ 2 કરોડ રૂપિયા મળતા હતા, જેને વધારીને હવે રૂ. 50 કરોડ સુધી કરવામાં આવી છે.
ગુજરાતને મળનારું રૂ. 2000 કરોડનું ફંડ 2025ના દર મુજબ નક્કી કરવામાં આવ્યું છે. મોંઘવારી દરને જોતાં 2030 સુધીમાં આ રકમ રૂ. 2500 કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. રાજ્ય સરકારની માગ મુજબ જ આ નાણાં ઇશ્યૂ કરવામાં આવશે.
વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ખૂબ ખાસ હશે, કારણ કે આ રમતોનું આ 100મું વર્ષ હશે. ભારતે ગતવર્ષે નાઈજિરિયાને હરાવીને યજમાનીની તક મેળવી હતી. બજેટની અછતના કારણે આ વર્ષે ગ્લાસગોમાં યોજાયેલી ગેમ્સમાં માત્ર 10 રમત રાખવામાં આવી હતી, પરંતુ અમદાવાદમાં 15થી 17 રમતને સામેલ કરવાની યોજના છે. તેમાં હોકી, કુસ્તી અને ક્રિકેટ જેવી રમતો પણ સામેલ થશે.


comments powered by Disqus