નવરાત્રીથી આકર્ષાઈને ભારતીય વાયુસેનાના વડા અમરપ્રિત સિંઘ મંગળવારે રાત્રે સહપરિવાર વડોદરાના યુનાઇટેડ-વે ગરબા મહોત્સવ પહોંચ્યા હતા. 31 ઓક્ટોબરે સેવાનિવૃત્ત થઈ રહેલા એર ચીફ માર્શલે અહીં માતાજીની આરતી કરી અને પત્ની સાથે ઉત્સાહભેર ગરબે ઝૂમ્યા હતા. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તેમણે સંસ્કારી નગરીના પરંપરાગત ગરબાની પ્રશંસા કરી હતી.

