નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયતમાં સુધારો આવ્યા બાદ સોમવારે તેમને દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અડવાણીને 16 ઓક્ટોબરે છાતીમાં ઈન્ફેકશનના કારણે ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ન્યુરોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સુરીની દેખરેખ હેઠળ હતા. તેમની તબિયતમાં સુધારો થયો છે. હોસ્પિટલે અગાઉ જણાવ્યું હતું કે, 98 વર્ષીય નેતા ICUમાં હતા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હતી અને તેઓ તબીબી દેખરેખ હેઠળ હતા. ડોક્ટર્સે અડવાણીને હાલમાં પૂર્ણ આરામ કરવા સલાહ આપી છે.

