અમદાવાદઃ ગુજરાતમાં નવ વર્ષ પછી ઓક્ટોબરમાં ભીષણ ગરમી પડી છે. ડીસા અને ભુજનું તાપમાન રેકોર્ડબ્રેક 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. ઓક્ટોબરના એન્ડ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છનું તાપમાન પણ 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. ઓક્ટોબરમાં ગુલાબી ઠંડી પડવી જોઈએ, તેના બદલે અતિશય ગરમી કેમ પડે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો 33 ટકા ભાગ ખળકાળ છે, કર્કવૃત્ત નજીક હોવાથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બેરોકટોક જંગલને કાપવાના કારણે અને ગુજરાતમાં અપૂરતો વરસાદ પણ એક મોટું કારણ મનાય છે.
