લખપતઃ સામાન્ય રીતે અશ્વિન નવરાત્રીની નવ દિવસ ઉજવણી થાય છે, પરંતુ કચ્છના લખપતમાં રણ સરહદ નજીક સિયોત ગુનેરી હાઇવે પર આવેલા કટેશ્વરના કાલિકા માતાજીના મંદિરે ગરબાની સ્થાપના કરી 13 દિવસ સુધી નવરાત્રીની ઉજવણી કરાય છે. ઉજવણી અંતર્ગત પહેલા દિવસે ધાર્મિક વિધિ સાથે ઘટસ્થાપન કરાય. બીજા દિવસથી નવરાત્રી પર્વનો આરંભ થાય છે, જે 13 દિવસ સુધી ચાલે છે. એટલે કે અહીં આસો સુદ એકમથી તેરસ સુધી નવરાત્રી ઊજવાય છે.
