નલિયા: અબડાસામાં અને ખાસ કરીને કોઠારા પંથકમાં ખેડૂતોએ ચાલુ વર્ષે સારા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં નહિવત્ વરસાદ વચ્ચે ખેડૂતોએ મહામહેનતે પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો છે ત્યારે જ હાલમાં પડેલા વરસાદના કારણે કપાસમાં ‘સુકારો’ જોવા મળી રહ્યો છે. રોગના કારણે છોડનાં પાંદડાં પીળાં પડી ગયાં છે અને ફાલ પણ સાવ નહિવત્ થઈ ગયો છે.
