ગુજરાતની અરિહાને વહેલી તકે ભારતમાં તેના પરિવારને સોંપાશેઃ અમિત શાહ

Wednesday 21st October 2026 07:04 EDT
 
 

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પાલડી વિસ્તારમાં વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પ્રેરણાતીર્થ દેરાસરમાં જૈનાચાર્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન કર્યાં હતાં. આ મુલાકાત દરમિયાન અરિહાના કેસ અંગે આશરે 8 મિનિટ સુધી ગંભીર ચર્ચા થઈ હતી. ગૃહમંત્રીએ જૈનસમાજને આશ્વાસન આપતાં કહ્યું કે, ‘તેઓ વ્યક્તિગત રીતે આ કેસની દરેક ફાઇલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે’. આ કાનૂની ગૂંચવણનો ઝડપથી સુખદ અંત લાવીને ગુજરાતની દીકરી અરિહાને વહેલી તકે તેના દેશ અને પરિવાર પાસે પરત લાવવામાં આવશે. જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહેલી મૂળ ગુજરાતની 5 વર્ષની બાળકી અરિહા શાહને ભારત પરત લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્ત્વનું વચન અને આશ્વાસન આપ્યું છે. અમદાવાદની મુલાકાત દરમિયાન જૈન ધર્મગુરુઓ સાથેની બેઠકમાં તેમણે ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર આ સંવેદનશીલ મુદ્દે તમામ શક્ય પગલાં ભરી રહી છે.


comments powered by Disqus