ગાંધીધામ: દેશનાં તમામ મહાબંદરોમાં પ્રથમ ક્રમાંક અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા મેગા પોર્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે આ સપ્તાહમાં જ ત્રીજી મહત્ત્વની સફળતા મેળવી હતી. પોર્ટનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પોર્ટ દ્વારા મંગળવારે 6 ઓક્ટોબરના 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિ મેળવી હતી. બે દિવસ પૂર્વે જ સિંગલ ડે કાર્ગો હેન્ડલિંગમાં અનુક્રમે 9 લાખ ટન અને 14 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કરીને મહત્ત્વની સફળતા મેળવી હતી, ત્યારે કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે વધુ એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી હતી.
