પાવાગઢની 400 ફૂટ ઊંડી ખીણમાં પડતાં યુવકનું મોત

Wednesday 21st October 2026 06:46 EDT
 

પાવાગઢઃ પંચમહાલના પ્રખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શન કરવા આવેલા એક યુવકનું ખીણમાં પડી જવાથી મોત નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના વતની 35 વર્ષીય અનિલભાઈ ભીલ મંગળવારે પોતાના સંબંધી સાથે માતાજીનાં દર્શન કરી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અનિલભાઈ અકસ્માતે 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા હતા. બનાવની જાણ થતાં હાલોલ પાલિકાની ફાયર અને રેસ્ક્યૂ ટીમ દોડી આવી હતી અને ખીણમાંથી અનિલભાઈને બહાર કાઢ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું.


comments powered by Disqus