મોદીનો 30-31 ઓક્ટોબરે ડીસા અને કેવડિયામાં કાર્યક્રમ યોજાશે

Wednesday 21st October 2026 06:47 EDT
 
 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતની મુલાકાતનો કાર્યક્રમ ગોઠવાયો છે. આ વખતે તેઓ 30મી અને 31મી ઓક્ટોબર એમ બે દિવસ માટે આવી રહ્યાં છે. તેઓ 30 ઓક્ટોબરે વહેલી સવારે 9 વાગ્યે સીધા ડીસા આવશ. ડીસા એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા 25 કિલોમીટર દૂર આવેલા ભીલડી ગામે જશે. જ્યાં તેઓ સવારે 10 વાગ્યે બનાસ ડેરીના બોવાઇન બ્રીડિંગ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી તેઓ બે વાગ્યે અમદાવાદ પરત આવી બે કલાકનાં રોકાણમાં ભોજન લેશે. બપોર બાદ તેઓ 5 વાગ્યે કેવડિયા પહોંચશે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. રાતવાસો કેવડિયા ખાતે કરી બીજા દિવસે એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. સવારે સિવિલ સર્વન્ટ્સ નવા પ્રોબેશનર્સની એકતા પરેડને નિહાળશે. ત્યારબાદ સાંજે વડોદરા થઈને તેઓ દિલ્હી રવાના થશે.
આ વખતે અમદાવાદમાં રોકાણ દરમિયાન સમયની થોડી ઉપલબ્ધિના કારણે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના સ્થાનિક આગેવાનોને મળે તેવી શક્યતા છે. તદ્ઉપરાંત જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે.


comments powered by Disqus