રાજકોટના માંધાતાસિંહના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રી પર્વે ક્ષત્રિય સમાજની 200 બહેનોએ સ્કૂટર, બાઇક અને ખુલ્લી જીપમાં સવાર થઈ અદ્ભુત શૌર્ય અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કર્યો હતો. પ્રાચીન પરંપરાને જીવંત રાખતાં બહેનોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

