રાજ્યના પ્રહરી દ્વારા દશેરાએ શસ્ત્રપૂજન

Wednesday 21st October 2026 06:47 EDT
 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગરસ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરીને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવી હતી. આ પહેલાં તેમણે રૂપાલ ખાતે મા વરદાયિનીનાં દર્શન કર્યાં હતાં.


comments powered by Disqus