ધર્મ સામે અધર્મના વિજયરૂપે ઊજવાતા દશેરા પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ દિલ્હીના પટપડગંજ સ્થિત આઇપી એક્સટેન્શન ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે રામલીલા સમિતિના સમારોહમાં હાજરી આપી હતી. અહીં તેમણે દેશના ગૌરવને નુકસાન કરતી, ભાગલાવાદી નીતિ ધરાવતી અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નફરત ફેલાવનારી આસુરી શક્તિના પ્રતીકરૂપે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કર્યું હતું.

