ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ખાતે જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે દરવર્ષની જેમ પરંપરાગત પલ્લી મહોત્સવનું આયોજન કરાયું હતું. દેશવિદેશથી અંદાજે 10 લાખથી વધુ ભક્તો માતાજીના આશીર્વાદ લેવા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન પાંચ દિવ્ય જ્યોત ધરાવતો પલ્લીરથ ભ્રમણે નીકળતાં ભક્તોએ પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો.

