વિશ્વના સૌથી વિશાળ શ્રીયંત્રની અર્ચના

Wednesday 21st October 2026 07:19 EDT
 
 

નવરાત્રીમાં માતાજીના શ્રીયંત્રની પૂજાનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. નડિયાદમાં આવેલા માઇમંદિરમાં વિશ્વનું સૌથી મોટું ચાંદીનું શ્રીયંત્ર સ્થાપિત કરાયું છે. 265 કિલો ચાંદીથી તૈયાર થયેલા સાડા ચાર ફૂટ ઊંચા આ શ્રીયંત્રનું મધ્યબિંદુ 120 ગ્રામ સોનાનું છે. લલિતા પંચમીના પાવન પર્વે શ્રીયંત્રનું પૂજન કરીને કુમકુમ અર્ચના કરાઈ, શ્રીયંત્રનું પૂજનવાળું કંકુ ભક્તોને પ્રસાદીરૂપે આપવામાં આવ્યું.


comments powered by Disqus