સૌરાષ્ટ્ર બાદ સુરતના વેલંજામાં બીજું અન્નપૂર્ણા ખોડલધામ બનશેઃ મૂકેશ પટેલ

Wednesday 21st October 2026 07:13 EDT
 
 

સુરતઃ પાટીદાર સમાજના અગ્રણી મૂકેશ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર બાદ સુરતના વેલંજામાં 150 વીઘામાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ બનાવવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રીના પાવન પર્વ દરમિયાન જ ભવ્ય શેરી ઓટલો ગરબામાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ઘોષણા કરવામાં આવતાં જ સમગ્ર ગ્રાઉન્ડ ‘જય ખોડિયાર’ના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના લોકો સમક્ષ ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરાઈ હતી. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદૃષ્ટા તરીકે જાણીતા અગ્રણી મૂકેશ પટેલનું નામ જાહેર કરાયું છે.
મહિલા સશક્તિકરણનો ઉદ્દેશ્ય
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે, વરાછા વિસ્તારમાં અન્નપૂર્ણા ખોડલધામનું નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન અને સમાજના વડીલો તથા વયોવૃદ્ધોની સુવિધા અને સેવા માટે વિવિધ કાર્યોનું આયોજન કરવાનો છે.


comments powered by Disqus