નડિયાદ: ખેડાની 17 વર્ષીય સગીરાને પરવેઝ પઠાણ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પરવેઝે સગીરાના વાંધાજનક ફોટો પાડી લઈને તેને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી. આટલેથી વાત ન અટકતાં તેણે સગીરાને તેના મિત્રોના હવાલે કરી દેતાં એક બાદ એક અન્ય 8 યુવકોએ પણ 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં આ મામલે પોલીસે 8 આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમોમાં પરવેઝખાન પઠાણ ઉપરાંત માહિરખાન પઠાણ (સિપાઈ), ફૈઝાનખાન પઠાણ, તૌફિકખાન ઉર્ફે તૌસિકખાન પઠાણ (સિપાઈ), અયાનખાન પઠાણ (સિપાઈ), મોઈનખાન પઠાણ (સિપાઈ), મારુફખાન ઉર્ફે નુરાની પઠાણ, સલમાનખાન પઠાણ, સાહીલ ઉર્ફે દાઉદ પઠાણનો સમાવેશ થાય છે. આરોપીઓને નડિયાદની કોર્ટમાં રજૂ કરતાં તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
