HEF દ્વારા ઈન્ટરએક્ટિવ પ્લેટફોર્મ Launchpad 2026નું સફળ આયોજન

Wednesday 22nd April 2026 07:35 EDT
 
 

લંડનઃ ધ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના લંડન ચેપ્ટર દ્વારા 28 માર્ચના રોજ હેમ્પટન કોર્ટ પેલેસ ગોલ્ફ ક્લબ ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ અને ઈન્વેસ્ટર્સ માટે ઈન્ટરએક્ટિવ પ્લેટફોર્મ HEF Launchpad 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં આશરે 95 એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા, જે યુકે બિઝનેસ ઈકોસિસ્ટમમાં HEFની પહોંચ અને સુસંગતતાને દર્શાવે છે.
આ વર્ષનું લોન્ચપેડ વધુ સમાવેશી અને સંપર્કનું ફોર્મેટ ધરાવતું હતું જેમાં ઓડિયન્સે પ્રશ્નોત્તરી સત્રોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ફાર્માસ્યુટિકલ્સ અને હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોના નિષ્ણાતોએ નોંધપાત્ર સમજ પૂરી પાડી હતી. ઈવેન્ટમાં પાંચ સ્ટાર્ટઅપ્સ દ્વારા જીવંત રજૂઆતો કરાઈ હતી જેમાં, OrderOnBotના કૃપાચાર્ય ભામા, પિયુષ ચૌહાણ તથા સ્ટિફન લિન, Recolearnના વિકાસ શર્મા, Medivorah Globalના રમેશ સેલ્વામની, SMC (Secret Millionaires Club)ના નીતિન ટેકચંદાની અને Neural Senseના લાય સોનીનો સમાવેશ થતો હતો.
ઈન્વેસ્ટર પેનલમાં પરેશ દેશમુખ (બાસિલ ગ્રૂપ), રુપા પોપટ (અરાયા વેન્ચર્સ), રાજેશ રંજન સિંહ (ડ્રીમ્સ અનલિમિટેડ ગ્રૂપ) અને વિગ્નેશ વિજયકુમાર (વિક્કી) (વેલ્થ-આઈ ગ્રૂપ)નો સમાવેશ થયો હતો.
HEF યુકેના પ્રેસિડેન્ટ અનિલ પૂરીએ ઈવેન્ટને ખુલ્લો મૂક્યો હતો તેમજ સંગઠનની યાત્રાની સમજ આપવા સાથે કોમ્યુનિટીમાં પરત કરવાની સંસ્કૃતિ કેળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. લંડન ચેપ્ટરના પ્રેસિડેન્ટ રાજેશ રંજન સિંહે સંગઠનના હેતુ અને વિઝનની રજૂઆત સાથે હિન્દુ પ્રોફેશનલ્સ અને બિઝનેસીસને એકજૂટ આર્થિક બળ તરીકે ઉભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ ઈવેન્ટની યજમાની કમિટી સભ્ય અને હિન્દુ વિમેન એન્ટ્રેપ્રીન્યોર્સ નેટવર્ક (HWEN)ના અગ્રણી શ્વેતા સિંહ દ્વારા કરવામાં આવી હતી. ઈવેન્ટમાં ઉપસ્થિત કાઉન્સિલર પરવીન રાની (ડેપ્યુટી મેયર)એ ઈવેન્ટના પ્રોફેશનાલિઝમ તેમજ HEF દ્વારા એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે નિર્માણ કરાતી સપોર્ટ સિસ્ટમને બિરદાવી હતી. તેમના પ્રોત્સાહક શબ્દોએ કોમ્યુનિટીની અગ્રેસરતા હેઠળના વિકાસને આગળ વધારવામાં આવા પ્લેટફોર્મ્સના મહત્ત્વને મજબૂતી બક્ષી હતી.
HEF Launchpad 2026 તેના સ્પોન્સર્સના સપોર્ટ થકી શક્ય બન્યું હતું જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે) સિલ્વર સ્પોન્સર હતા તેમજ ફાઈન ડેકો, ડ્રીમ્સ અનલિમિટેડ ગ્રૂપ, રોબો થિન્ક, વેલ્થ-આઈ ગ્રૂપ, અરાયા વેન્ચર્સ અને બાસિલ ગ્રૂપ બ્રોન્ઝ સ્પોન્સર્સ હતા.
ઈવેન્ટમાં મેમ્બર મીનલ પોદ્દારના વડપણ હેઠળ VeSustain દ્વારા પૂરા પડાયેલા પર્યાવરણમિત્ર સર્વિંગ સોલ્યુશન્સ સાથે સસ્ટેનિબિલિટી તરફ સંગઠનની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરાઈ હતી.
હેમ્પટન કોર્ટ પેલેસ ગોલ્ફ ક્લબની સુંદર પશ્ચાદભૂ સાથેના લોન્ચપેડ 2026 થકી સુસંયોજિત, સહકારપૂર્ણ અને ઉચ્ચ અસરની ઈકોસિસ્ટમના નિર્માણની દિશામાં HEF UKની યાત્રાનું વધુ એક સીમાચિહ્ન બની રહ્યું છે.
ઈન્વેસ્ટરની સમજ, ઓડિયન્સની ભાગીદારી અને કોમ્યુનિટી સાથે સંપર્કના સંયોજન સાથે લોન્ચપેડ એન્ટ્રેપ્રીન્યોર્સના સશક્તિકરણ, સહકારની વૃદ્ધિના પ્લેટફોર્મના ઘડતરમાં આગળ વધી રહ્યું
છે જે લાંબા ગાળાની આર્થિક તકોને ખુલ્લી મૂકશે.


comments powered by Disqus