અંજારમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે બેઠક યોજાઈ

Wednesday 22nd April 2026 06:09 EDT
 

અંજારઃ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંજારમાં બેઠક યોજાઈ હતી. રાયમલધામ આશ્રમ ખાતે ભાગવત કથાકાર ધનેશ્વર જોષીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં આગામી 7 મેએ જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર કચેરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બને તે માટે આવેદનપત્ર પાઠવાશે. આ જ પ્રકારે ભારતના 5 હજાર કરતાં વધારે તાલુકામાં ગૌસન્માન માટેના આહવાન સાથે વહીવટી તંત્રને પ્રાર્થનાપત્ર પાઠવાશે. આ કાર્ય માટે કચ્છ કર્મકાંડ મંડળના પ્રમુખ દીપેશભાઈ ત્રિપાઠી, પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતના ટીમ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus