અજિત દોવાલે સાઉદીના નેતાઓ સાથે મંત્રણા કરી

Wednesday 22nd April 2026 07:01 EDT
 
 

રિયાઘ: અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં યોજાનારી બીજા તબક્કાની શાંતિ મંત્રણા અગાઉ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે સાઉદી અરેબિયાના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દા પર વાતચીત થઈ હતી. દોવાલે રિયાધમાં સાઉદીના વિદેશ મંત્રી ફેસલ બિન ફરહાન, ઊર્જામંત્રી અબ્દુલઅઝીઝ બિન સલમાન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ-અલિબાન સાથે મુલાકાત કરી હતી.


comments powered by Disqus