સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે ફરી એકવાર ભારે અફરાતફરી સર્જાઈ. 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેનની સુવિધા હોવાથી કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું. છેલ્લા 6થી 24 કલાકથી ટિકિટની લાઇનોથી મુસાફરો સહનશક્તિ ગુમાવી બેઠા હતા અને ટ્રેન આવતાં જ મુસાફરો પ્લેટફોર્મ પર લગાવાયેલા બેરિકેડ્સ કૂદી આગળ વધવા લાગ્યા હતા.

