ઉમેદવાર ન મળતાં ફોર્મ પાછું ખેંચવા પત્નીને ધમકાવી

Wednesday 22nd April 2026 06:09 EDT
 

ગાંધીનગર: કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાની ગેરહાજરીમાં કેટલાક શખ્સો ઘરે આવીને તેમનાં પત્નીને ધમકાવી ગયા હતા. આ શખ્સોએ ઉમેદવારની પત્નીને કહ્યું હતું કે, ‘કહી દેજે. ફોર્મ પાછું ખેંચી લે. જો ફોર્મ પાછું નહીં ખેંચે તો જોવા જેવી થશે.’ જો કે આવા ગુંડાઓનો ઉમેદવારનાં પત્નીએ પ્રતિકાર કરતાં કહ્યું હતું કે, ‘આ રીતે બ્લેકમેઇલ કરશો તો ચાલશે નહીં. અમે ડરીએ તેમ નથી.’ આ બાબતે કોંગ્રેસ ઉમેદવારે પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ પોલીસે અરજી લઈને તે ફરિયાદમાં રૂપાંતરિત કરતી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ કર્યો હતો. કાળા રંગની એસયુવી કારમાં આવેલા આ શખ્સો રોહિતસિંહ ઘરે ન હોવાનો ફાયદો લઈ નાનાં બાળકોની હાજરીમાં તેમના પત્નીને ધમકાવીને ફોર્મ પાછું ખેંચી  લેવાનું કહ્યું હતું. ધોળા દિવસે ચૂંટણી લડતા એક ઉમેદવારના પરિવારને ધમકાવવા છતાં પોલીસ ચૂપ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


comments powered by Disqus