ગણદેવીમાં ભાજપ બિનહરીફ વિજેતાઃ કોંગ્રેસની બેદરકારીથી 16 ઉમેદવારનાં ફોર્મ રદ

Wednesday 22nd April 2026 06:10 EDT
 

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં મોટો રાજકીય ઊલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડની ઘોર બેદરકારી અને સમયસર મેન્ડેટ રજૂ કરવામાં મળેલી નિષ્ફળતાને પગલ 16 ઉમેદવારનાં ફોર્મ રદ થયાં. ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો બન્યો છે. પાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ચૂંટણી પૂર્વે જ ગણદેવીમાં ભગવો લહેરાયો છે.


comments powered by Disqus