સુરેન્દ્રનગરઃ લીંબડી શહેરની વ્હોરા સોસાયટીમાં શુક્રવારે ચાર્જિંગમાં મૂકેલા ચાઇનીઝ રમકડાંના બ્લાસ્ટથી ભીષણ આગ લાગી હતી. વેપારી બુરહાનુદ્દીન લોખંડવાલાના ઘરે બનેલી આ ઘટનામાં ઉપરના માળે સૂતેલી 29 વર્ષીય રસીદા બળીને ભસ્મ થઈ હતી. પત્નીને બચાવવા દોડેલા 32 વર્ષીય શબ્બીર ધુમાડાના ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેમનું પણ મોત થયું હતું. આગ સોફા પરથી ફેલાતી બેડરૂમ સુધી પહોંચી હતી. ઘરમાં મૃતકનાં ભાઈ-ભાભી, મૃતક ભાઈનું 6 માસનું બાળક અને મૃતકનાં મમ્મી-પપ્પા સહિત કુલ 7 લોકો હતાં, જે અલગ રૂમમાં સૂતાં હોવાથી એમનો બચાવ થયો હતો. જેમને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયા હતા.
