અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ આણંદમાં જ કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસ પ્રમુખના ક્ષેત્રમાં જ કોંગ્રેસના 39 ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે. કોંગ્રેસ પ્રમુખ પોતે પણ તેમના ઉમેદવારોને સાચવી શક્યા ન હોવાનું સામે આવ્યું છે. આમ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની રણનીતિનો તેમના ગઢમાં જ ફિયાસ્કો થયો છે. આણંદમાં ભાજપે ચૂંટણી પહેલાં જ જીતનું ખાતું ખોલાવ્યું છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારો પાણીમાં બેસી જતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
