ગાંધીનગર: ઉમેદવારી બાદ તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી ચૂંટણી બહિષ્કાર કરે તેવો પ્રથમ કિસ્સો ખેડાની ફાગવેલ પંચાયતમાં નોંધાયો છે. ફાગવેલ તાલુકાની 16 બેઠકો પૈકી ચિખલોડ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. સ્થાનિક ગ્રામજનો પોતાના ગામ ચિખલોડને ખોટી રીતે ફાગવેલ તાલુકામાં ભેળવ્યાનો રોષ પહેલા જ દિવસથી ઠાલવી રહ્યા છે. આ મુદ્દે સામુહિક ગ્રામજનો એક થતા ભાજપ-કોંગ્રેસ સહિત ચારેય ઉમેદવારોને ચૂંટણીનો બહિષ્કાર કરવો પડ્યો છે.
