ચેન્નઈઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ચેન્નઈમાં કહ્યું, આ AIADMKના લોકો, જેઓ પોતે અન્નાદુરાઈની તસવીર લગાવે છે, તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? મોદી આતંકવાદી છે.
જો કે બાદમાં ખડગેએ કહ્યું, PM મોદી લોકો અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ છે કે મોદી હંમેશાં ધમકી આપે છે, ED, IT અને CBI જેવી સંસ્થાઓ તેમના હાથમાં છે. તેઓ સીમાંકન પણ પોતાના હાથમાં લેવા માગે છે. એટલે હું કહી રહ્યો હતો કે મોદી લોકો અને વિપક્ષી દળોને આતંકિત કરી રહ્યા છે. ન કે મોદી આતંકવાદી છે.
આ મુદ્દે કેન્દ્રીય ભાજપ સંગઠન દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાજપ દ્વારા આ અંગે ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય ભાજપ ખડગે વિરુદ્ધ પ્રદર્શન પણ યોજશે.

