માતાએ 4 સંતાન સાથે કૂવામાં ઝંપલાવ્યુંઃ 3 બાળકનાં મોત

Wednesday 22nd April 2026 06:09 EDT
 

ફતેપુરાઃ દેવગઢ બારિયાના વડભેડ ગામે રહેતાં ચંપાબહેન બિંદેશભાઈએ અગમ્ય કારણોસર પોતાનાં 4 માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં માતા અને એક બાળકીનો બચાવ થયો છે, જ્યારે અન્ય 3 બાળકોનાં મોત નીપજ્યાં. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતાં તેણે ગ્રામજનોની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી.  જેમાં માતા ચંપાબહેન અને એક બાળકીનો જીવ બચી ગયો હતો.


comments powered by Disqus