ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા સામાજિક સમરસતા મહોત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિએ બાબાસાહેબના જીવનથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કચ્છી કલાકારોના ટીમ લીડર તરીકે રામજી મેરિયાનું સન્માન કરાયું હતું.

