વૃદ્ધાનું અપહરણ-દુષ્કર્મ, હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

Wednesday 22nd April 2026 06:10 EDT
 

ભુજઃ મુંદ્રા તાલુકાના રતાડિયાનાં વૃદ્ધ મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા નીપજાવનારા આરોપીને ભુજ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નારણપરના આરોપીએ મંદિરે દર્શન કરી પરત આવતાં મહિલાને લિફ્ટ આપવાના બહાને બાઇક પર બેસાડ્યા બાદ સીમમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ લૂંગીથી શ્વાસ રુંધી હત્યા નીપજાવી દીધી હતી. સેશન્સ કોર્ટે ગુનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણી આરોપીને ફાંસીની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.


comments powered by Disqus