સેક્રેટરી ઓફ સ્ટેટ પીટર ક્યાલેની સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત

Wednesday 22nd April 2026 06:53 EDT
 
 

લંડનઃ બિઝનેસ અને ટ્રેડના સેક્રેટરી ઓફ સ્ટેટ પીટર ક્યાલે MPએ ગુરુવાર 16 એપ્રિલ 2026ના રોજ વોટફર્ડમાં સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ plcની મુલાકાત લીધી હતી. સિગ્માના સહસ્થાપક ડો. ભરત કે.એચ. શાહ CBE અને સિગ્મા ગ્રૂપના સીઈઓ રાજ હારીઆએ સાથે રહીને મિનિસ્ટરને સિગ્માની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ્સ સમજાવી હતી. મિનિસ્ટરે સિગ્માની પેરેલલ ઈમ્પોર્ટ ડિસ્ટ્રિબ્યુશન ઓપરેશન- OPD લેબોરેટરીઝ લિમિટેડની પણ મુલાકાત લીધી હતી.
મિનિસ્ટરને જેનરિક મેડિસિન્સના ઉત્પાદન અને વિતરણ તેમજ પેરેલલ ઈમ્પોર્ટ ડિસ્ટ્રિબ્યુશન ઓપરેશનની જટિલતાઓથી માહિતગાર કરાયા હતા. જેનરિક્સ અને પેરેલલ ઈમ્પોર્ટ્સ થકી NHS માટે થતી જંગી બચતમાં યોગદાન વિશે પણ તેમને માહિતી અપાઈ હતી.
મિનિસ્ટરની મુલાકાત સાથે જ NPAના ચેરમેન હેન્રી ગ્રેગની પણ મુલાકાત યોજાઈ હતી. NPA અને મિનિસ્ટર વચ્ચે ટુંકી બેઠકમાં કોમ્યુનિટી ફાર્મસી સમક્ષના વિવિધ ધંધાકીય મુદ્દાઓની ચર્ચા થઈ હતી જેમાં કોમ્યુનિટી માટે બિઝનેસ રેટની માફીનો મુદ્દો મુખ્ય હતો.
મિનિસ્ટર ક્યાલેએ ટ્રેઝરી અને તેમના પ્રધાનો સાથે આ મુદ્દે ચર્ચા કરવા, કોમ્યુનિટી ફાર્મસી અને ડિસ્ટ્રિબ્યુશન ઈન્ડસ્ટ્રીને બોજારૂપ વિવિધ નિયંત્રણકારી દૃશ્યોમાં ઘટાડા મુદ્દે કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. મિનિસ્ટરે જણાવ્યું હતું કે તેઓ રેગ્યુલેટરી બોજો ઘટાડવા પ્રતિબદ્ધ છે તેમજ NPAઅને હેલ્થકેર ડિસ્ટ્રિબ્યુશન એસોસિયેશન સાથે આ બાબતે ચર્ચા હાથ ધરશે. મિનિસ્ટરને યુકેમાં ઘણા નિકાસકારોને મેડિસિન્સની નિકાસમાં રેગ્યુલેટરી બોજો ઉઠાવવો પડતો હોવા વિશે પણ માહિતગાર કરાયા હતા.
મિનિસ્ટરે બિઝનેસ સંબંધિત મુદ્દાઓ પરત્વે ભારે રસ દાખવ્યો હતો. આ મુલાયાત શક્ય બનાવવા સિગ્મા વોટફર્ડના સાંસદ મેટ ટ્રમેઈનેનો આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે. વોટફર્ડ સાંસદ કોમ્યુનિટી ફાર્મસી અને ફાર્માસ્યુટિકલ ઈન્ડ્સ્ટ્રી તેમજ વોટફર્ડના બિઝનેસ સંબંધિત મુદ્દાઓમાં મદદ કરવા સતત સક્રિય રહે છે.


comments powered by Disqus