‘ગિરનારમાં જમીનો વેચાઈ રહી છે, મંદિરોમાં કબજા થઈ રહ્યાા છે’: મહેશગિરિ

Wednesday 22nd April 2026 06:10 EDT
 
 

જૂનાગઢ: પવિત્ર ગિરનાર ક્ષેત્રનાં પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલાં દબાણો તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિના વિરોધમાં હવે આરપારની લડાઈનાં મંડાણ થયાં છે.આંદોલનની રણનીતિ ઘડાઈ
આ સમગ્ર વિવાદને ઉકેલવા ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા જનજાગૃતિ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું. આ અંગેની બેઠકમાં મહંત મહેશગિરિ બાપુએ કહ્યું કે, ગિરનારમાં જમીનો વેચાઈ રહી છે, મંદિરોમાં કબજા થઈ રહ્યા છે. જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ, આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી.
ધીમે ધીમે કબજો થાય છે
મહેશગિરિ બાપુએ ઉદાહરણ આપતાં કહ્યું કે, એક વૃદ્ધ ખેતરના શેઢે બેસતા અને રોજ એક પથ્થર ઉઠાવી બે-ચાર ઇંચ આગળ મૂકતા. આમ કરતાં કરતાં 15-20 વર્ષમાં તેમણે બીજાનું આખું ખેતર દબાવી દીધું હતું. બરાબર આ જ સ્થિતિ ગિરનારમાં છે. અત્યારે તમે તળેટીમાં જશો તો બધું સારું દેખાશે, પણ જો અંદરની તપાસ કરશો તો ખબર પડશે કે એક-એક ઇંચ જમીન પર ધીમેધીમે કબજો થાય છે.
ભવિષ્યમાં તળેટીમાં જઈ પણ નહીં શકો
મહંત મહેશગિરિએ ચેતવણી આપતાં કહ્યું કે, જો આજે તમે જાગ્યા નહીં તો ભવિષ્યમાં તળેટીમાં પગ પણ નહીં મૂકી શકો. સીતાવન જેવી જગ્યાઓ જ્યાં સાધુઓ લોહી-પાણી એક કરીને અન્નક્ષેત્ર ચલાવે છે, ત્યાં અમે એક પથ્થર પણ હલાવી શકતા નથી, જ્યારે જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ ગઈ છે. આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી.


comments powered by Disqus