ઉત્તર ગુજરાત આતંકીઓનો ગઢ, 15 દિવસમાં 13 આતંકી ઝડપાયા

Tuesday 21st July 2026 14:08 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત ATSએ જૈશ-એ-મોહંમદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન આ તમામનાં નામ ખૂલ્યાં હતાં. પાંચેય આરોપીને સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપી લેવાયા હતા. આંકડાને વિસ્તૃત રીત જોઈએ તો 42 મહિનામાં કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાતથી 42 આતંકીને ઝડપી લીધા છે.
આ આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીને જેહાદમાં જોડાવવા માટે ઉશ્કેરતા હતા.
આતંકી કેમ્પ અકીલ મુઝાહિદ કૈસે કરેમાં આતંકવાદના 40 તબક્કા આપેલા હતા. 40 તબક્કા પૈકી 2માં બોમ્બ અને કાર્બન મોનોક્સાઇડ બનાવતાં શીખવ્યું હતું. આ આતંકીઓએ 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો. આતંકીઓએ જેહાદનાં 43 પુસ્તકો પણ ડાઉનલોડ કર્યાં હતાં. ઝડપાયેલા આતંકીઓ પૈકી 2 આતંકીએ જમ્મુ-કાશ્મીરમાં AK-47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. પ્રો-જેહાદી હોવાથી આ આતંકીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. તપાસમાં મળેલા સાહિત્યને જોતાં તેમની વિચારધારા જૈશ-એ-મોહંમદ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.


comments powered by Disqus