કચ્છના ‘હાઉસી કિંગ’ લય અંતાણીનું માર્ગ અકસ્માતમાં મોત

Tuesday 21st July 2026 14:19 EDT
 
 

ગાંધીધામઃ કચ્છમાં હાઉસી કિંગ તરીકે ઓળખ ધરાવતા એન્કર લય અંતાણીનું ગાંધીધામના પડાણા નજીક એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું. ગાંધીધામની પી. એન. અમરશી શાળાના વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા અને ગાંધીધામના અંતરજાળમાં રહેતા 46 વર્ષીય લયભાઈ હિમાંશુભાઈ અંતાણી કચ્છી નવા વર્ષ નિમિત્તે અમદાવાદના કચ્છી સમાજમાં હાઉસીના કાર્યક્રમ માટે ગયા હતા. પરત ફરતી વખતે સોમવારે સવારે 4:30 વાગ્યા આસપાસ પડાણા નજીક એક ખાનગી બસમાંથી તાડપત્રી ઊડી જતાં પાછળ આવી રહેલી અન્ય એક ખાનગી બસના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલા લયની કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારના ડ્રાઇવર ભરતભાઈને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારની બાજુની સીટ પર બેઠેલા લયને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ નીપજયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં સંગીત તેમજ મનોરંજન જગતમાં ભારે અરેરાટી સાથે શોક ફેલાયો છે. લય અંતાણી એક કલાકાર અને શિક્ષક ઉપરાંત કચ્છના સાંસ્કૃતિક અને સામાજિક જીવનનું એક અભિન્ન અંગ પણ હતા.


comments powered by Disqus