વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે

Tuesday 21st July 2026 14:05 EDT
 
 

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇના આખરી સપ્તાહે કે ઓગસ્ટ માસની શરૂઆતમાં ફરી ગુજરાત આવી શકે છે. તેમના સંભવિત નવસારી પ્રવાસને લઈને ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના વહીવટી તંત્રએ તૈયારીઓ તેજ કરી છે.
આ સંદર્ભે શનિવારે નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોદી અહીં ભાજપના નવા પાર્ટી કાર્યાલય તથા અન્ય સરકારી પ્રોજેક્ટની શરૂઆત કરાવશે.
બેઠકમાં પ્રવાસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો, સુરક્ષા, ટ્રાફિકવ્યવસ્થા, જનસભા અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં વરિષ્ઠ IAS અધિકારીઓ ઉપરાંત ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
સંભવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે જવાબદારીઓની વહેંચણી અને સ્થળ પરની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સૂત્રોએ જ જુમાએ જણ સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત જાહેર કાર્યક્રમ પણ યોજાય તેવી શક્યતા છે.
જોકે, પ્રવાસની તારીખ અને કાર્યક્રમ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં રાજ્ય સરકાર અને ભાજપ સંગઠને પૂર્વ તૈયારી શરૂ કરતાં નવસારીમાં આગામી દિવસોમાં કાર્યક્રમને લઈને ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.


comments powered by Disqus