કચ્છમાં સતત વરસાદની ખેંચના કારણે અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. ખાસ કરીને બન્નીના વિસ્તારમાં સીમાડાનાં તળાવો અને કુદરતી જળસ્રોતો સુકાઈ જતાં પશુપાલકો માટે પીવાનાં પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. આવી પરિસ્થિતિમાં આજે પણ સ્થાનિક લોકોને પોતાની પરંપરાગત અને ટકાઉ વીરડા પર નિર્ભર રહેવું પડે છે. બન્નીના ભીટારા ગામના યુવાન પશુપાલકો સુકાઈ ગયેલા તળાવમાં વીરડા બનાવી પોતાની ભેંસો અને અન્ય પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

