પીએમ મોદી તમારી રાજકીય મુત્સદ્દીગીરી પર આફરીન: પુતિન

Wednesday 23rd September 2026 06:46 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પ્રસંગે ભારતભરમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. આ સાથે દુનિયાના નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વૈશ્વિક મંચ પર પીએમ મોદીની હાજરીનો ઉલ્લેખ કરતાં કહ્યું હું હંમેશાં આપની અસાધારણ રાજકીય મુત્સદ્દીગીરી પર આફરીન રહ્યો છું. બ્રિક્સ સમિટમાં તમે કરેલા સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર.
હેપ્પી બર્થડે માય ફ્રેન્ડઃ મેલોની
ઈટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં એક ફોટો શેર કરતાં લખ્યું, હેપ્પી બર્થડે માય ફ્રેન્ડ નરેન્દ્ર મોદી. તમારા સ્વાસ્થ્ય, ઊર્જા અને સફળતાની કામના. ઈટાલી અને ભારત પોતાની ગાઢ મિત્રતાને સતત મજબૂત કરી રહ્યા છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમની પ્રશંસા કરતાં કહ્યું, તેમના નેતૃત્વએ ભારતને ‘વર્લ્ડ પાવર’ બનાવ્યું છે. તેમણે ભારત અને ઈઝરાયલ વચ્ચે મિત્રતા અને ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો તથા બંને દેશોના સંબંધોને આગળ લઈ જવાની આશા વ્યક્ત કરી હતી.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિઝે કહ્યું કે, ભારત-ઓસ્ટ્રેલિયાની મજબૂત મિત્રતા પર ગર્વ છે. પ્રમુખ ટ્રમ્પ તરફથી અમેરિકન એમ્બેસીએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં બોલિવૂડ અને દેશવાસીઓએ પણ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. સલમાન ખાન અને શાહરુખખાને પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus