ભારત માટે ન્યૂઝીલેન્ડનું બજાર ખૂલ્યુંઃ 20 ઓક્ટોબરથી FTAનો અમલ

Wednesday 23rd September 2026 06:45 EDT
 
 

નવી દિલ્હીઃ દશેરાના પર્વ પ્રસંગે ભારતના ખેડૂતો અને વેપારીઓને સરકાર દ્વારા મોટી ભેટ મળશે. ભારત માટે ન્યૂઝીલેન્ડનું બજાર ખૂલ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 20 ઓક્ટોબરથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો અમલ શરૂ થશે, જેથી ભારતનો માલસામાન ન્યૂઝીલેન્ડમાં ટેક્સ ફ્રી વેચવામાં આવશે. કેન્દ્રના ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયૂષ ગોયલ દ્વારા આ માહિતી આપવામાં આવી.
ગોયેલે કહ્યું કે, FTAના અમલ પછી ભારતથી ન્યૂઝીલેન્ડમાં થનારી 100 ટકા નિકાસ પર કોઈ જાતની ડ્યૂટી લાગશે નહીં મતલબ કે ભારતના કોઈપણ સામાન પર ત્યાં આયાત જકાત લાગશે નહીં, જેનાે કારણે ન્યૂઝીલેન્ડના બજારમાં ભારતનો માલસામાન વધારે સ્પર્ધાત્મક બનશે. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વારા 27 એપ્રિલે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત-ન્યૂઝીલેન્ડ બંનેને ફાયદો
પિયૂષ ગોયેલ દ્વારા આ FTAને ઐતિહાસિક ગણાવાયો હતો. તેમણે કહ્યું કે 20 ઓક્ટોબરથી ભારતથી ન્યૂઝીલેન્ડમાં થનારી નિકાસ પર કોઈ આયાત ડ્યૂટી લાગશે નહીં. મતલબ કે ભારતના સામાનને ન્યૂઝીલેન્ડના બજારમાં ડ્યૂટી ફી એન્ટ્રી મળશે. આ FTAના કારણે ભારતનાં નાના અને લઘુઉદ્યોગોને ખાસ ફાયદો થશે. ખેડૂતો, કારીગરો અને યુવાનો માટે નવી તકો ખૂલશે.
 ન્યૂઝીલેન્ડનાં કેટલાક ઉત્પાદકો દ્વારા ભારતમાં માર્કેટ એક્સેસ સરળ રહેશે. ખાસ કરીને લાકડું અને લાકડાંની ચીજો, ઊન, ઘેટાંનું માંસ, કાચું ચામડું જેવા સેક્ટર સામેલ છે. બંને દેશો વચ્ચેના FTAમાં ફક્ત માલસામગ્રી જ નહીં પણ સર્વિસીસ, રોકાણ, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ, યૂથ મોબિલિટી જેવાં ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ખુલશે.
ન્યૂઝીલેન્ડ રૂ. 20 લાખ કરોડનું રોકાણ કરશે
આગામી 15 વર્ષમાં ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતમાં રૂ. 20 લાખ કરોડનું રોકાણ કરાશે, જેના કારણે ભારતમાં વેપારીઓ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર તેમજ અન્ય ઉદ્યોગો માટે રોજગારીની નવી તકો સર્જાશે.
ખેડૂતો, કારીગરો અને નિકાસકારોને ફાયદો
આ FTAlR ભારતમાં MSME ઉદ્યોગો, ખેડૂતો, કારીગરો અને નિકાસકારોને નવું બજાર મળશે. ઓટો સ્પેરપાર્ટ્સ, ઓટોમોબાઇલ્સ, એરોસ્પેસ ટેક્નોલોજી તેમજ અન્ય ભારતીય ઉત્પાદનો માટે ન્યૂઝીલેન્ડમાં વેપાર વધવાની આશા છે. આ FTAના કારણે આગામી 15 વર્ષમાં ન્યૂઝીલેન્ડથી ભારતમાં 20 અબજ ડોલરનું એટલે કે આશરે રૂ. 20 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.


comments powered by Disqus