સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈને કેદીઓ સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ કેદીઓ પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ....’ ભજન સાંભળ્યું હતું, તેમજ ‘પીડ પરાઈ જાણે રે’નું મૂલ્ય કેદીઓને સમજાવી તેનું અનુસરણ કરવા અનુરોધ કર્યો હતો.

