રામકથાકાર પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. પત્રમાં બાપુએ લખ્યું છે કે, ‘રામ, મહાન ભારતના યશસ્વી રાજપુરુષ અમારા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી. જય સિયારામ અધિક પ્રસન્નતા ઇચ્છુ છું, સાહેબ 17 સપ્ટેમ્બરના આપના જન્મદિવસ નિમિત્તે સેવાપર્વ માટે ખૂબ ખૂબ શુભકામના. રાષ્ટ્રના સેવાયજ્ઞના પુરોહિત આપના માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રભુ પ્રાર્થના. રામ સ્મરણ સાથે... મોરારિબાપુ.’

