નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ શુક્રવારે UAEના પ્રેસિડેન્ટ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર ઈરાન યુદ્ધ તેમજ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ અને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ વિસ્તારમાં કાયમી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સહયોગ વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવા તેમજ ઊર્જા, ડિફેન્સ, ટેક્નોલોજી, રોકાણ, આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધારવા ભાર મૂક્યો હતો.
