વરસાદની અછત વચ્ચે મેઘરાજાની બેટિંગ

Wednesday 23rd September 2026 06:45 EDT
 

અમદાવાદઃ વરસાદની અછત વચ્ચે રવિવારે સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ; મધ્ય ગુજરાતના અમદાવાદ; દક્ષિણ ગુજરાતના સુરત, પંચમહાલના ગોધરા; ઉત્તર ગુજરાતના ઊંઝા, મહેસાણામાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારથી રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં સવા ચાર ઈંચ તો ગોંડલમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


comments powered by Disqus